Registration Committee
રજીસ્ટ્રેશન સમિતિ
About Committee
૧) કચ્છ માં આવેલ મિલ્કતો : જુના મકાનો,પ્લોટ,ખંડેર તથા વાડા વિગેરે અંગે તલાટી ના દાખલા દર વર્ષે મેળવી લેવા. ૨) ગ્રામ પંચાયતનો વેરો દર વર્ષે અચૂક ભરી દેવો અથવા વેરા માફી અંગેનું પ્રમાણપત્ર મેળવવું . વેરો ભર્યા પછી રસીદ સાંભળી રાખવી . ૩) સ્થાનિકે મિલ્કતો ની જાળવણી માટે સિક્યુરિટી એજેન્સી ની નિમણૂંક કરવી. ૪) કબ્જો થાય ગયેલ મિલકત અંગે સમજાવટ થી ખાલી કરાવવો, જો ન થાય તો વકીલ ની સલાહ મેળવવા. ૫) ટ્રસ્ટ ની મિલ્કતો ખાસ નાયબ ચેરિટી કમિશનરની કચેરી માં પી.ટી.આર. માં દાખલ કરાવવી , જો નોંધણી થયેલ હશે તો કબ્જો ખાલી કરાવવા માં કાનુની મદદ મળશે. ૬) ટ્રસ્ટ ને મળેલ ભેટ સૌગાદ રૂપે મળેલ મિલ્કત ના ગિફ્ટ દસ્તાવેજ બનાવી ને ગ્રામ પંચાયત માં નોંધ કરાવવી . સોગંદનામું કે સાત કરાર થી માલિકી હક્ક મળતો નથી. ૭) જુના પ્લોટ ઉપર નવું બાંધકામ કરતી વખતે નકશો બનાવી ને ગ્રામ પંચાયત માંથી કાયદેસર ની મંજૂરી મેળવવી અને નકશો તલાટી તથા તાલુકા વિકાસ અધિકારી ની સહી લેવી. ગ્રામ પંચાયત ની ઠરાવ ની ખરી નકલ મેળવી લેવી. ૮) દેરાસર ની બાજુમાં આપણી માલિકી ની મિલ્કતો દેરાસર ને અથવા મહાજન ને વહેંચવી સલાહભર્યું છે. ૯) ખેતી ની જમીન ના ૭/૧૨ , ૮ - અ, ગામ નો નમુનો ૬ હક્ક પત્રક મેળવી લેવું. સદર દાખલ ઓન - લાઈન મળે છે,તેને ગુજરાત ના કોઈપણ ગામ ના ઉતારા , કોઈ પણ ઈ - ધારા સેન્ટર થી મેળવી શકાશે. ૧૦) તલાટી પાસેથી દર વર્ષે લીલાશેડા ની નોંધ કરાવવી અને વિઘોતી દર વર્ષે ભરી અને રસીદો મેળવી લેવી. ૧૧) જમીન ખેડવા / પોંખવા માટે આપતી વખતે કાયદેસર રૂ.૧૦૦/- ના સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરાવવું, અને નોટરી સમક્ષ સહી કરાવી અસલ સાચવી રાખવું. ૧૨) મુંબઈ વસતા ભાઈઓને ખાસ વિંનંતી કે સ્થાનિકે એન.એ. થયેલા પ્લોટ કે મકાન ખરીદતી વખતે ભાવ - તાલ ની માહિતી માટે અમારો સંપર્ક કરવો, જેથી ખોટા ઊંચા ભાવ ચૂકવવા ના પડે. ૧૩) એન.એ. થયેલ પ્લોટ અંગે ખાસ જિલ્લા પંચાયત નો એન.એ નો હુકુમ્મ આપવામાં આવે છે. તે વકીલ પાસે ફાઈલ બતાવી બતાવી અને વકીલ નું ટાઇટલ ક્લીયર સર્ટિફિકેટ મેળવવું. ૧૪) સ્થાનિકે રહેતા આપણા ભાઈઓ સાથે સંપર્ક માં રહેવું અને રાજકીય વગ ધરાવતા વ્યક્તિઓ સાથે સંબંધ જાળવી રાખવો. નિવૃત ભાઈ - બહેનો વધુમાં વધુ સ્થાનિકે વસવાટ કરે તે જ્ઞાતિ ના હિતમાં છે. ૧૫) પેઢીઓ / મહાજન નો વહીવટ કોમ્પ્યુરાઈઝ કરવો તથા સી.સી ટી.વી. લગાડવા.
Committee Events
View PDF & Videos

Back to Committee List