ક.દ.ઓ. લોગો
શ્રી ક.દ.ઓ. જૈન જ્ઞાતિજનોનો સર્વમાન્ય લોગો

પહેલું બિંદુ - ધર્મ છે સંસ્કાર સમગ્ર અસ્તિત્વોનો પાયો છે અને સંસ્કારનું બીજું નામ જ ધર્મ છે. ધર્મ પડછાયો બને તો આખું જીવન તેજોમય બને, પરિપૂર્ણ બને.
બીજું બિંદુ - શિક્ષણ છે જ્ઞાન દરેક માન અને સન્માનનું સર્જનહાર છે. જ્ઞાન હોય ત્યાં ઉદ્ધાર છે, ઉદ્ધાર છે, ઉન્નતિ છે અને જ્ઞાન થકી જ અશક્ય પણ શક્ય બને છે.
ત્રીજું બિંદુ - વ્યવસાય છે કર્મણ્યે વાધિકારાસ્તેના વિધાનને આત્મસાત કરવું પરમ ફરજ છે. નોકરી હોય કે વેપાર, એમાં નિષ્ઠા હોય અને નિરંતર વિકાસ હોય તો જીવન અર્થસભર છે, અનેરું છે.
ચોથું બિંદુ - સ્વાસ્થ્ય છે જાતે નર્યા તો જગ જીત્યા એ વાત સાર્થક થાય તો રંગ રહી જાય. તંદુરસ્તીમાંથી મન દુરસ્તી અને મહાપ્રગતિ સર્જાય પણ છે અને સરળ પણ બની જાય છે.
નવું પ્રતિક સુંદર ભવિષ્યની આશા જગાવતા બાળક જેવું હોય છે. આપણી જ્ઞાતિના નવા પ્રતિકમાંના ચાર બિંદુ એ ચારેય દિશામાં કેડીઓના જયકારના પડઘમ છે. ચાર રેખાઓ છે આપણા એ હાથ જે એકમેક સાથે સંકળાઈને સાથ અને સહકારના નવા અધ્યાય થકી સુખ અને સમૃદ્ધિના નવા સીમા ચિન્હને આંબવા સજ્જ થયા છે, મક્કમ થયા છે. અંગ્રેજી અક્ષર કે માં દેખાતી ઉર્ધ્વગામી લાલ રેખા શુભાશય ધરાવતી અને સુનિશ્ચિત પ્રગતિ સાધવાનું આહવાન કરી રહી છે.

KDO Logo